Friday, October 30, 2009

માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થ્ય અંગેનું હેલ્થ બુલેટીન

તા. ૨૯ ઓકટોબરની સવારે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને શરીરમાં બેચેનીની અસર જણાઇ હતી અને શરદી, ખાંસી સાથે કફની અસરો વર્તાતી હતી, શરીરમાં કળતર અને તાવ જણાતા ડોકટરોએ શારિરિક તપાસ કરી હતી.

માન. મુખ્યમંત્રીશ્રીએ ડોકટરોને બોલાવીને H1N1 નો ટેસ્ટ કરાવવા માટે આગ્રહ રાખ્યો હતો.

ગઇકાલે ગુરુવારે આખો દિવસ માન. મુખ્યમંત્રીશ્રીએ સચિવાલયમાં સરકારી કામકાજ કર્યું હતું અને કેબીનેટ બેઠકમાં પૂરો સમય હાજરી આપી હતી. બપોરે કાર્યાલયમાં અધિકારીઓ સાથે બેઠકો કરી હતી અને સાંજ સુધી મુલાકાતીઓને મળ્યા હતાં.

પરંતુ મોડી સાંજે તાવની અસર જણાતા માન. મુખ્યમંત્રીશ્રીએ બે દિવસના કાર્યક્રમો રદ કરવાનું નકકી કર્યું હતું.

મોડીરાત્રે માન. મુખ્યમંત્રીશ્રીનો H1N1 નો ટેસ્ટ પોઝીટીવ જણાતા સ્વાઇન ફલુના લક્ષણોને ધ્યાનમાં લઇને ડોકટરોએ એક સપ્તાહ સુધીના માન. મુખ્યમંત્રીશ્રીના તમામ કાર્યક્રમો રદ કરવાની સંપૂર્ણ આરામ કરવાની અને આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી. મેડીકલ સેવાની આવશ્યક બધી જ વ્યવસ્થા માન. મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને ઉભી કરવામાં આવી છે અને તજજ્ઞ ડોકટરોની ટીમ ૨૪ કલાક સેવારત છે જેમાં ડો. અતુલ પટેલ, ડો. કમલેશ ઉપાધ્યાય, ડો. આર.કે.પટેલ અને ડો. પરેશ વોરા માન. મુખ્યમંત્રીશ્રીની સારવાર સેવામાં કાર્યરત છે. માન. મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને જ તેઓને આઇસોલેશનમાં રખાશે.

માન. મુખ્યમંત્રીશ્રીના સ્વાસ્થ્ય અંગે હાલના તબકકે ચિન્તાનું કોઇ કારણ નથી.

આપણે સૌ ઇશ્વરને પ્રાર્થીએ કે તેમનું સ્વાસ્થ્ય જલ્દીથી સારુ થઇ જાય અને બમણા જોશથી ગુજરાતની સેવામાં તેઓ કામે લાગે.

ડો. અતુલ પટેલ
ડો. કમલેશ ઉપાધ્યાય
ડો. આર.કે.પટેલ
ડો.પરેશ વોરા

Source: http://narendramodi.in/news/news_detail/429


સ્‍વર્ણિમ ગુજરાતને અર્પણ

ગુજરાત ના ઘડતર માટે વિચારવિમર્શ

શ્રી નરેન્દ્ર મોદી સાથે વિચારવિમર્શ

સ્પર્ધામાં ભાગ લેવો

Share and Grow